Sunday, February 13, 2011

સૂરત સાચે જ વિકાસ પંથે છે? સૂરત શોષણ નો પર્યાય બન્યું છે.

સૂરત સાચે જ વિકાસ પંથે છે? સૂરત શોષણ નો પર્યાય બન્યું છે.
લગેરહો નટુભાઈ -૦૯૨૨૮૪૮૪૪૫૯

સૂરત નો દેખીતો વિકાસ જો ફ્લાય ઓવર બ્રીજ અને પહોળા રસ્તા થી સાબિત થતો હોય તો તે ખોટી ભ્રામક વાત છે.
સુદ અને હાડા જેવી વિકાસ અજેન્સી હોવા છતાં વધારેલા વિસ્તારો ને ન્યાય મળ્યો નથી.વસ્તી વધારો અને પ્રદુષણ,ગુનાખોરી,ભ્રષ્ટાચાર શહેર ની બધી જ વ્યવસ્થા ખોલવી નાખે છે.એક હથ્થુ શાશન ભોગવીને ભાજપે કદાચ નંબર-૧ મેળવ્યો હશે પણ લોકો ને હજુય પાણી માટે,રસ્તા માટે,ગટર લીને માટે,કચરો ઉઠાવવા જેવી લગતી બાબતે આવેદન આપવું પડે છે.તે કરતાય નવા રીવર ફ્રન્ટ જેવા પ્રોજેક્ટ ને બદલે આશિયાના જે રોજીંદી આવક મેળવી ફૂટપાથ પર સુતા લોક માટે સુવા નહાવા ધોવા ની વ્યવસ્થા નથી કરી શક્યું.જાહેર સૌચાલયો લૂટ ચલાવે છે ૫ રૂપિયા ગરીબ માણસ ક્યાંથી લાવે? એટલે ખુલા માં જાજરૂ જવું પડે છે.
મોગ્વારી નો માર,આવક વધે નહિ,આંદોલન કરે તો ગોળીબાર કે પોલીસ પરવાનગી પણ ના અપાય અને ધરપકડ.
સેઠ હોય,યુનિયન હોય કે સરકારી અધિકારી તેને મન તો બધાજ એકજ વાડી ના મૂળા
ના શિક્ષણ હોય,આરોગ્ય હોય કે ન્યાય દરેક વાતે સૂરત ના નાગરિકો શોષણ નો અનુભવ કરે જ છે.
મનપા મનમાની કરી વેરા વધારે,ના સેવા સુધારે ,રેલ્વે ગાડિયો ના વધારે,સેઠ પગાર ના વધારે,સરકાર ફક્ત ભ્રષ્ટાચાર વધારે ,મોગ્વારી વધે જ જાય. દરેક પ્રકાર ના શોષણ થી જાય તો ક્યાં જાય.
કહેવાય નરેન્દ્ર મોદી કે ભાજપ ની સરકાર પણ લોકો ને મન કોય ફાયદો નહિ.વિરોધ પક્ષો નું ઉપજતું નથી.બધા ચોર ના ભાઈ ઘંટી ચોર ભાસે છે.
ગેરકાયદે બાંધકામો હોય,સરકારી લાભ ની વાત હોય કે સરકારી યોજના ની કે સુવિધા ની વાત હોય પ્રજા અગવડ ભોગવે
છે .પોલીસ નિર્દોષો ને રંજાડે છે.ખોટા કાયદા લગાડી રાજકીય ચમચા ગીરી કરે છે.ઉધ્યોપતીયો તો લૂટવા જ બેઠા છે.ખેડૂતો ને લુટી જમીનો લઈ લીધી હવે નોકરી બાબતે હાથ ઊંચા કરે છે.મોટી મોટી વાતો કે હોર્ડિંગ થી આભાસ ઉભો કરનારા ને પ્રજા સમજી ગયી હોવા છતાં નક્કર નેતા ગીરી ના અભાવે અને એકતા અને વ્યક્તિગત પ્રશ્નો ને લીધે રોડ પર નથી આવતી પણ હવે તે સહન કરી ને થાકી છે.
લોક અંદોલન ગુજરાત.સૂરત

No comments: