એકાદ દાવ ફરી રમવો છે,થોડી અંચાઈ ફરી કરવી છે,
લગેરહો નટુભાઈ ૯૨૨૮૪૮૪૪૫૯ સુરત
એકાદ દાવ ફરી રમવો છે,થોડી અંચાઈ ફરી કરવી છે,
આજ મને,શમણું સતાવે, બાળપણ ની યાદ અપાવે.
સ્વપ્નો લઈ ચાલ્યો તો હું.રસ્તે ખોવાયા તે બધા.ના જાણે ક્યાં ખોવાયા તે.
ભોળપણ ની અજબ કહાની મનમોજી થયી નાચતો હસતો કૂદતો ગાતો હરેક પલ માં,
આજે મારું હાસ્ય શોધું,આજે મારું જીવન શોધું.આજે મારું સ્વપ્નું શોધું.
મોટો થયી ખોટો બહુ બન્યો,જન્મારો ક્યાં ગયો છે મારો.
વહેચી ખાતો જે પણ હતું દોસ્તો ભૈબેનો માં ,
આજે સ્વાર્થી બની જીવું છું.સુખ ના વહ્ચું,દુખ ના વહેચું,
ખોટે રસ્તે બહુ ગયો છું,પાછો પણ હું ના વાળું હવે.
કોઈ રોકે ના કોઈ ટોકે ના મોટો થયો એટલે ના ડર કોઈ મને
થોડું બચ્યું જીવન છે તે,આંશું એકાદ ટપકાવી લઉં,
કોઈ ના પ્યાર ની ઈર્ષા કરતો મનોમન રડી પણ લેતો.
સમાજ,કુટુંબ સહુ ભૂલ્યો ભાન ભૂલ્યો જવાની ના તાન માં
સગવડો બહુ મળી જીવન માં,દોસ્તો ખોયા છે બહુ.
એકાદ મળે છે તો રસ્તો આખો વાતો થી પલળી જ રહેતો.
ભૂલો નાનપણ ની મારી આજે ફરી કરવાનું મન થાયે
એકાદ વૃદ્ધ ને ખીજાવવાનું મન થાયે,જાતે બુઢો બની ગયો છું.
કુતરા લડાવું,નાની ચોરી કરી કૈક ખાવું.દોસ્તો ના નામ પાળું અટપટા,ટીચરો ને બહુ સતાવું.
મને જોઈએ મારું બાળપણ,ગરીબી નું શાણપણ
મને જોઈએ મારું હાસ્ય કોઈએ મને આપો તો ,મારી મુઠી નું બધું તારું.
દુખો જાણી જગત ના દુર કરવા કમર કશું ત્યાં
લડવા લાગ્યો સર્વ સાથે ,દુશ્મની ની દુકાન માંડી
પ્યાર ની ભીખ માંગતો ફરતો,મને એકાદ બે સબ્દો થી પણ ચાલશે.સાચા નહિ તો ખોટા થી ચાલશે
એકાદ દાવ ફરી રમવો છે,થોડી અંચાઈ ફરી કરવી છે,
કોઈક તો રમો મારી સાથે,નિયમો રમત ના તમારા હશે,જીત ફક્ત મારી હશે.
હજુય જાણે જાત તેજ છે મારી,બચપણ મારું ,મને મળે ફરી ફરી તેજ ફળિયા માં .તેજ દોસ્તો,તેજ ગામ માં તેજ સ્કુલ ને તેજ ટીચરો,
પત્ની બાળકો કે જમાઈ સસરા બદલાશે તો ચાલશે પણ મારું બચપણ મન એજ જોઇશે.
ભગવાન એક ભૂલ કર ,ઘડિયાળ થોડી ઉંધી ફેરવને
મને મારા શમણા જોઈએ ગમેતે ભોગે,
મને મારા ગમતા જોઈએ ગમે તે ભોગે.
એક વાત રહી ગયી હવે ફરિયાદ પણ નહિ કરું તને કૈક ખૂટ્યા ની
જિંદગી નો મર્મ સમજી ગયો છે.મૂડી ભૂલી વ્યાજ પાછળ પડ્યો છું,આંખો વેચી ચાસમાં ખરીદવા.
Tuesday, March 1, 2011
Subscribe to:
Posts (Atom)