Monday, January 24, 2011

કુદરતી સંશાધનો કોના ?સમાજ ના કે સરકાર ના ?

ગ્રામ સ્વરાજ સમિતિ
સુરત સંયોજક -લગેરહો નટુભાઈ ૦૯૨૨૮૪૮૪૪૫૯
કુદરતી સંશાધનો કોના ?સમાજ ના કે સરકાર ના
દેશની સરકારો ને ભ્રમ થયો છે કે દેશ માં જે જળ ,જમીન,જંગલ,ખનીજ,દરિયો,નદી
વગેરે કુદરતી સંશાધનો
છે તે બધાની એ પોતે માલિક છે.પણ સવાલ કરવાની વેળા આવી છે કે કુદરતી
સંશાધનો નું માલિક કોણ ? સરકાર કે સમાજ ?
આ વાત જરા સમજી લઈએ.
ભારતીય સંસ્કૃતિ શું કહે છે ? તુલસીદાસજી એ રામાયણ માં કહ્યું છે :સબ
ભૂમિ ગોપાલ કી,સબ સંપત રઘુરાય કી,તમામ સંપતિ,તમામ ભૂમિ ગોપાલ ની,રઘુરાય
ની,ભગવાન ની અને ભગવાન ના પ્રતિનિધિ સમાજ ની.
આમ તો ગોચર ની વાત ભૂમિ ની વાત ના પેટમાં જ આવી જાય છે.છતાં અહી ખાસ
કહેવી પડે છે કારણ કે સરકારે પવિત્ર ગોચર ની ભૂમિ મોટા ઉદ્યોગો ને આપવા
માંડી છે.
આપને સૌ જાણીએ છીએ કે આ મોટા ઉધોગો જળ,જમીન,વનસ્પતિ વાયુ વગેરે ને મેલા
અને ઝેરી કરનારા
,ધન ના લોભી શોશનખોર અને મજુરોને બેકાર બનાવી ભૂખે મારનારા હોય છે.ત્યારે
ગામ નું ગૌચર ? એ તો ગામ ના પશુપાલન અને દૂધ ઉદ્યોગ નો એક માત્ર આધાર છે
આ ઉદ્યોગ જળ ,જમીન,વનસ્પતિ,વાયુ શુદ્ધ કરનારો,રાષ્ટ્ર ના બાળક થી માંડી
વૃદ્ધ સુધી ના સૌને સજા રાખનારો અને પોષણ આપનારો ઉદ્યોગ છે.વળી કરોડો ને
રોજી રોટી આપેછે.તેવા સંજોગો માં સરકાર ને સાફ સાફ કહી દેવું પડે કે
ખબરદાર,ગૌચર ને કે ગામ ની ભૂમિને હાથ લગાડ્યો તો ,ગામ ની જનતા લગીરેય
સાંખી નહિ લે,જે ગૌચર ભૂમિ અપાયી ગયી છે તે ગામ ને પાછી વાળો,
બીજું, સમાજ સ્વયંભુ છે એટલે કે પોતાની મેળે રચાયો છે,એને કોઈ બનાવતું
નથી.ત્યારે સરકાર ને સમાજ બનાવે છે.ઘડે છે.ઠીક ના લાગે તો એક સરકાર ને
ભાંગી ને બીજી બનાવે છે.સરકાર ને પગાર સમાજ આપે છે.ઠેઠ રાષ્ટ્રપતિ થી
માંડી નીચે પટાવાળા સુધી સૌ સમાજના પગારદાર સેવકો છે.
ટૂંકા માં સમાજ માલિકે જળ,જંગલ,જમીન,ખનીજ,દરિયો નદી,વગેરે કુદરતી સંશાધનો
પોતાના પગારદાર સેવક એવી સરકાર ને વહીવટ કરવા માટે સોપ્ય છે.એને વેચવાનો
અધિકાર નથી આપ્યો.
પણ શરુ માં કહ્યું તેમ સરકારો ને ભ્રમ થયો છે કે એ માલિક છે.એનું ભમી
ગયું છે.એ માંડી છે જમીનો વેચવા,નદિયો વેચવા,જંગલો વેચવા,ને દરિયા ઇજારે
આપવા.દા.ત.જામનગર માં અંબાની ને ૧૨૦૦૦ એકર,.કાછ માં સોલારીસીસ કેમ ટેક
લી. ને ૧૦૦૦૦ એકર,અદાની ને મુન્દ્રા માં ૮૦૦૦ એકર,વેલ બ્રિન કેમિકલ્સ ને
૮૫૦૦ એકર,ભાચી કેમિકલ્સ ને ૮૫૦૦ એકર જમીનો આપી.આવા આવા તો સેકડો,
આપણે સરકારને કહીએ છીએ કે ગરીબો ને ખેતી કરતા પાલવે તેટલી પાંચ અને દશ
એકર જમીન આપી ખેતી કરવો,તો તેને માટે એની પાસે જમીન નથી.આપે તો એક અને બે
એકર,એકલા ગુજરાત માં જ આવું થાય છે એમ નથી.આખા દેશમાં આમ જ હાલ્યુ
છે.સરકારો દેશ ને દેશી અને વિદેશી કમ્પનીયો ને વેચવા બેથી છે.સવાલ એ છે
કે એને દેશ વેચવા દેવો છે ?
.ના જરાય નહિ.
તો પછી શું કરવું છે?
સરકાર ની આર્થિક સુધાર ની નીતિ ગામડા ની વિરોધી અને ગરીબ ને વિરોધી
છે.તેથી ખેડૂતો ને ખેતી પલાવતી નથી.ખેડૂત ના દીકરા ને કોઈ દીકરી દેવા
રાજી નથી.જુવાની ને બુદ્ધી ગામડા છોડી શહેર તરફ હિજરત કરવા માંડી છે.
ગામડા રહેવા લાયક રહ્યા નથી,ગામડા ભાગતા જાય છે.
દેશી ને પરદેશી કંપનીઓની ચડામણીથી સરકાર ખેડૂતો ની સબસીડી બંધ કરવા તાકે
છે.ગરીબો ને અપાતું સસ્તું અનાજ બંધ કરવા તાકે છે.ગરીબો ને અપાતી મફત દવા
બંધ કરવા તાકે છે.
મોંઘીદાટ હોસ્પિટલો,દાખલ થતા પહેલા દસ હજાર્મ્વીસ હાજર,પછીસ હાજર ને લાખ
લાખ રૂપિયા જમા કરાવે તો જ દાખલ કરે ,ગરીબો માટે એમાં કોઈ જ જગ્યા નથી.
દવા સારવાર વગર ગરીબો ભલે મરે તો ભલે મરે.એમને જીવાડવાની જરૂર
નથી.પૈસાદારો પાસે મજુર ને સાટે મશીન છે.
મફત શિક્ષણ એવું કે છોકરા સાત વર્ષ ભણ્યા પછી પણ અભણ ના અભણ રહે.સાત વરસે
પોતા ના નામ થમ ને ગામ લખતા ના આવડે.
શિક્ષણ નું ખાનગીકરણ કરવા માંડ્યા છે. દીકરા ને દાકતર બનાવવો હોય તો ૩૦
થી ૪૦ લાખ રૂપિયા જોઈએ.ગરીબ ના દીકરા એ દાકતર થવાનું નહિ,ઉઠા થી આગળ
ભણવાનું નહિ.
એક્ષ્પ્રેસ્સ હાઈવે લીસ્સી લાપત સીધી સડકો બનાવી.સેઠો ને સાહેબો સવાસો
કિલોમીટર ની ઝડપે દોડતી ગાડી માં જાય
પેટ નું પાણી પણ હાલે નહિ,આમાં ગામડા ને શું મળ્યું?
ગામડાની જમીનો ગયી,ને સડક ના ખર્ચ માટે વેરા નંખાયા તે ગામડા ઓએ પણ
ભરવાના.પણ ગામડા નું બળદ ગળું કે ઊંટ ગાડી ને એના પર ચાલવાનો અધિકાર
નહિ,ગામ ના પશુઓ ને તેના પર જવા નો અધિકાર નહિ,અરે ,ગામ ની જનતા ને,બાળકો
ને પોતા ના ગામ માં આ બાજુ થી પેલી બાજુ રસ્તો નજીક થી પસાર કરવાનો
અધિકાર નહિ.સડક પૈસાદાર માટે જ બની છે.
દુનિયા ના વિમાન ઘરો ને ટક્કર મારે તેવા વિમાન ઘરો બનાવ્યા અને હજી
બનાવ્યે જાય છે.એમાં પણ જમીન માટે આખા ને આખા ગામડા ઉખાડી
નાખ્યા.પણ ગામડા ની જનતા ને તો વિમાન માં બેસવાના શમાના પણ જોવા ના પાલવે.
આવું આવું તો કેટલું ગણાવીએ,પણ આ બધા બળાપા થયા.બળાપા ગયે થી કામ નથી
થવાનું.ત્યારે કરવું શું?
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું તેમ ઉઠો,જાગો,કમર કસો,
ગાંધી નું સ્વરાજ લાવવું છે.ગામડા સુખી,સ્વાવલંબી બનાવવા છે.વિજ્ઞાન ની
બધી સગવડ ગામો માં લાવવી છે.વસવાનું મન થાય તેવા ગામડા બનાવવા છે.
આખા દેશ નો નકશો બદલવો છે.
સરકારો બદલવી છે.સરકારો રચવાની રીત બદલવી છે.
ગામડા ને દેશ ના પાયા નું શક્તિશાળી એકમ બનાવવું છે.
આવો,ગ્રામ સ્વરાજ ની ભુમીકાવાળું ગામો નું સંગઠન બનાવીએ,
શહેરો ના વિભાગ કરી દસ હાજર ની વસ્તીવાળા કસ્બા બનાવવા છે.
ઉદ્યોગો ના વિભાગ કરી ને ગામડે લાયી જવા છે.
કાચા માલનો પાકો માલ ગામડામજ બનાવવો છે.
આર્થિક સત્તા વિભાજીત કરવી છે.
રાજ સત્તા વિભાજીત કરવી છે.પણ અત્યારે શું કરવું છે ?
આજે સરકારો ને કહેવું છે કે કુદરતી સંશાધનો ના તમે માલિક નથી.એના પર થી
હાથ ઉઠાવી લો.ગમે ગામ થી ગ્રામસભાઓ ઠરાવ કરે.
ગામની સીમ માં પડતા જળ,જંગલ,જમીન.ગૌણ ખનીજ ગ્રામ સભા ની માલિકી
ના,દરિયા,નદિયો ભૂતલ જળ સમાજ ના .આવો કાયદો કરો,એને બંધારણ માં દાખલ
કરો.અમારા ગામ ની જમીન અમે બહાર ના ને લેવા નહિ દૈઈયે