Friday, January 21, 2011

i will do my best,lage raho natubhai

નટુભાઈ લગેરહો
સુરત
લોક આન્દોલન ગુજરાત
ગુજરાત ના ખેડૂતો
ગુજરાત ના માછીમારો
ગુજરાત નાં કારીગરો
ગુજરાત ની મહિલા
ગુજરાત ના કામદારો
ગુજરાત ના વિદ્યાર્થી
ના પ્રશ્ને
લડતા લડતા એક વાત કહેવા માંગે છે
કે
તમારી લડાઈ તમે એક થઇ ને નહિ લડો તો
હમેશા તમારી હાર થશે.
શરૂઆત બીજા કરશે ની રાહ સુ કામ જુવો છો,
તમે જ કેમ નહિ.
તમારી લડાઈ છે,તમારે જ લડવી પડશે.
જીત તમારી છે પણ
તમે શરુ જ નથી કરી શકતા
તેનું કારણ વિચારો
આપણી કાયરતા ને નવા બહાના
થી સંગારીયે છીએ.
તમે બધું જ ગુમાવી દીધું છે અને હજુ જેને બધું લુતાવ્યું છે તેઓ
તમારા માનસ પલટ પર કબજો કરી બેઠા છે કે તે તેઓ તમારા હિતેછું છે
દુશ્મનો ને ઓળખી શકતા નથી,મોટી વાતો,જાહેરાતો થી અંજાઈ ગયા છો,ક્યાં સુધી,ગુજરાત માં ના ખેતી ની જમીન રહી,ના ખેડૂત રહ્યો,ના નોકરી રહી,ના ધંધા રહ્યા, રહ્યું ફક્ત પદુષણ
રહ્યું ફક્ત વિકાસ નું પડગમ
રહ્યું બસ નંબર ૧ નું ખોખલું બિરુદ,
રહ્યો જીડીપી નો ઉન્છો ગ્રાફ,
શું તેને શક માં વગરી ને ખાવાનો,
જ્યાં શક વાવવાની જમીન કે વાવનાર ખેડૂત કે પર્યાવરણ ના રહ્યું હોઈ,
નદીઓ ખડી બની છે ગુજરાત માં,ખેતરો બન્યા રસ્તા,ફળદ્રુપ જમીનો માં ઉદ્યોગો,ગૌચરો ના રહી તો ગયો ક્યાંથી રહે, ગયો વિના દૂધ ની નદીઓ ના હોય,સ્ત્રીજન્મ દર ઘટ્યો,બળાત્કારો વધ્ય,ગુના વધ્યા.ભ્રષ્ટાચાર વધ્યો,ઉદ્યોગો માણસખાઉ બન્યા,ઉધોગપતિઓ અને રાજકારણીઓ નવા રાજા બન્યા.અંગ્રેજો ગયા પણ આ શું ગાંધી ના ગુજરાત માં દૂધ ને બદલે દારૂ ની રેલમ છેલ ને કહેવૌય દારૂ બાંધી.
ઘરના છોકરા ઘંટી ચાટે ને કોર્પરેટો ને આટો,
વાઈબ્રનતા ગુજરાતે ધુજાવ્યા છે,
માનવંતા એ માર્યા છે
મોગ્વારી પરી વારી જાય છે જિંદગીઓ મોત ને વ્હાલું કરે છે પલ પલ,
આત્મહત્યા,બળાત્કારો ની ભૂમિ બની મારી સ્વર્ણિમ ગુજરાત
કોઈ તો આવો મારી સાથે,મારે પૂછવું છે માં ગુર્જરી ને
ક્યાં ગયી તારી શક્તિ,
નર્મદ,નરસિંહ,ઝવેર,ગાંધી ને રવિ શંકર
સરદાર ના આત્મા રડે છે દરોજ,
દરેક મન આંશુ આંખના ખૂણે સુકાય છે દરોજ,બેકારી માં હોમતો દરેક યુવાન વ્યશાનો માં અટવાય છે,સાધુ સંતો બન્યા દલાલ,રાજનેતા રાજદ્રોહી બન્યા,.માભોમ ને વેચવા ના સેલ નીકળે છે,
કોઈ તો રોકો,કોઈ તો ટોકો.
હા
તમને નક્સલવાદી કહશે,
વિકાસ ના વિરોધી કહશે,
મારશે બધા ભેગા મળી,પાગલ બનાવી પૂરશે તમને.
સરકાર પોલીસ આગળ કરશે,તમારા થી ડરી ને,
ખોટા ગુના માં સંડોવી જીન્ગીઓ કારમી કરશે,
કોઈ ના લાડકવાયા ખાંભી પણ ના બનશે,
નથી ઉઠતી આંધી આ ગાંધી ના ગુજરાત માં
નાતી તેજ તિમિર રહ્યું ગુજરાતી માં,
પરપ્રાંતી ,વિદેશીયો ના ગુલામ બની કહશે ગુજરાત છે નંબર ૧
બધું ગુમાવી ગાલ લાલ રાખશે ગુજરાતી.
મને શરમ આવે છે આવા ગુજરાતી બનવાનું.
કોઈ આવે કે ના આવે હું તો લડીશ,ઝઝૂમીશ
મારા શબ્દો બનશે તેજ તોખાર,
એક વાર તમને વિચારતો કરી દયીશ
લાગ્યા છું લાગી રહીશ તમને,
ભલે તમે જાગતા રહી ઉઘવાનો ડોર કરશો
મારા દરેક પલ ની મને કીમત છે ,શહીદો નું રક્તદાન મફત માં વેચવા નહિ દહું.
જ્યાં જ્યાં હશે અન્યાય હું બોલીશ,ભલે મને કોઈ નવરો કહે,
જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર હશે તો સમો થયી લાલ આંખ કરીશ જરૂર
ગરીબો,.સ્ત્રીઓ,બાળકો,વૃધો ના માટે બસ ભીખ પણ માગીશ
મને શરમ નહિ નડે,તેમનું આત્મસન્માન જગાવવા તેમને માટે રડીશ પણ જરૂર,
મુક્કા મને મારીશ એકલો એકલો,ભગવાન ને ગાલિપ્રદાન કરીશ પણ
હું માર્યા પહેલ ગુજરાત માટે કૈંક કરીશ જરૂર


.
,




,




.

1 comment:

Unknown said...

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-surat-suda-bike-protest-movement-mahareli